KruPaDigitalHubલોગિન કરો

અમારા વિશે


આ પાનામાં (5 ભાગ)

આપનું કામ, હવે ઝડપી અને સરળ — ફોર્મ, જરૂરી પુરાવા, પોર્ટલ અને સાધનો એક જ જગ્યાએ.

૧. KruPa Digital Hub શું છે

સરકારી ફોર્મ ભરવા અને છાપવા માટે બનાવેલી ગુજરાતી વેબ એપ. લોકોનાં સરકારી ફોર્મ અસલ ફોર્મ જેવા A4 પાના પર ભરીને સીધાં પ્રિન્ટ થાય છે — હાથે લખવાની અને એક જ વિગત વારંવાર લખવાની મહેનત બચે, અને અરજદારનું કામ ઓછા સમયમાં, સાફ અક્ષરે પૂરું થાય.

૨. કોના માટે

ફક્ત નોંધણી કરેલા અને એડમિને મંજૂર કરેલા વપરાશકર્તા માટે — એટલે દરેક કામ માટે લોગિન જરૂરી છે.

૩. મુખ્ય સુવિધાઓ

  1. તૈયાર સરકારી ફોર્મ: વિગત ભરો, પ્રિવ્યુ જુઓ, A4 પર પ્રિન્ટ કરો.
  2. કઈ સેવા માટે કયા પુરાવા જોઈએ તેની યાદી.
  3. રોજ વપરાતી સરકારી વેબસાઈટની લિંક એક જગ્યાએ.
  4. રોજનાં સાધનો: ઉંમર, રકમ શબ્દોમાં, જમીનનું માપ, ફોટો / સહીનું માપ વગેરે.
  5. નવાં ફોર્મ અને સૂચનાની જાણ, અને એડમિન સાથે સીધી વાત.

૪. અમારો સિદ્ધાંત

  1. અરજદારની વિગત ફક્ત પ્રિન્ટ માટે — સર્વર પર જતી નથી, ફોનમાં સચવાતી નથી, પાનું બંધ થતાં ભૂંસાય.
  2. કોઈ ફોટો કે દસ્તાવેજ અપલોડ થતો નથી.
  3. કોઈ જાહેરાત નથી, અને કોઈની વિગત વેચાતી કે અપાતી નથી.
  4. એપ સહી કે સિક્કો છાપતી નથી — દરેક દાખલો અધિકારીની સહી-સિક્કા પછી જ માન્ય.

૫. સ્પષ્ટતા

KruPa Digital Hub એક ખાનગી એપ છે. તે ગુજરાત સરકાર, ભારત સરકાર કે કોઈ સરકારી વિભાગની સત્તાવાર એપ નથી, અને કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલી નથી. ફોર્મ કચેરીમાં આપતાં પહેલાં કચેરીનું નવું ફોર્મ કે નિયમ બદલાયો તો નથી ને, તે જોઈ લેવું.