KruPaDigitalHubલોગિન કરો

નિયમો અને શરતો

અમલ તારીખ: 05/10/26 · છેલ્લો ફેરફાર: 05/10/26


આ પાનામાં (11 ભાગ)

KruPa Digital Hub (“એપ”) સરકારી ફોર્મ ભરવા અને છાપવા માટેની ખાનગી વેબ એપ છે. એપ વાપરતાં પહેલાં આ નિયમો ધ્યાનથી વાંચો.

૧. સ્વીકાર

નોંધણી કરીને કે લોગિન કરીને તમે આ નિયમો સ્વીકારો છો. નિયમો મંજૂર ન હોય તો એપ ન વાપરવી.

૨. વપરાશકર્તાની જવાબદારી

  1. એપ ફક્ત નોંધણી કરેલા અને એડમિને મંજૂર કરેલા વપરાશકર્તા વાપરી શકે છે. નોંધણીમાં સાચી વિગત આપવી.
  2. એપમાં ભરેલી વિગત, છાપેલો કાગળ અને તેના ઉપયોગની સંપૂર્ણ જવાબદારી વપરાશકર્તાની છે.
  3. ફોર્મ સરકારી કચેરીના નમૂના પરથી બનાવ્યાં છે, પણ કચેરી ફોર્મ કે નિયમ બદલી શકે છે. પ્રિન્ટ કરતાં પહેલાં વિગત તપાસવી અને કચેરીનું નવું ફોર્મ જોવું એ વપરાશકર્તાની જવાબદારી છે.

૩. એકાઉન્ટ અને પાસવર્ડ

  1. એક એકાઉન્ટ = એક વ્યક્તિ. પાસવર્ડ કે લોગિન બીજાને ન આપવો.
  2. બીજા ફોન પર લોગિન થતાં પહેલાનું લોગિન બંધ થાય છે.
  3. એકાઉન્ટથી થયેલાં બધાં કામની જવાબદારી એકાઉન્ટ ધારકની છે.

૪. સાચો ઉપયોગ

  1. ફોર્મ અરજદારની જાણ અને સંમતિથી, તેમણે આપેલી સાચી વિગતથી જ ભરવાં.
  2. અધિકારીની સહી અને સિક્કો હંમેશાં હાથે જ થાય છે — એપ સહી કે સિક્કો છાપતી નથી.
  3. એપથી તૈયાર થયેલો દાખલો કે પત્ર સંબંધિત અધિકારીની સહી-સિક્કા પછી જ માન્ય ગણાય.
  4. ગ્રામ પંચાયત કે કોઈ કચેરીનું લેટરહેડ ફક્ત તેના અધિકૃત વ્યક્તિ વાપરી શકે; બીજા વપરાશકર્તાને તે અધિકૃત વ્યક્તિની મંજૂરી પછી જ એડમિન ચાલુ કરે છે.

૫. સખત મનાઈ

એપનો કોઈ પણ ખોટો, ગેરકાયદેસર કે છેતરપિંડીભર્યો ઉપયોગ સખત મનાઈ છે — જેમાં ખોટો દસ્તાવેજ કે દાખલો બનાવવો, અને કોઈ કચેરીનું લેટરહેડ, લોગો કે સિક્કો અધિકાર વગર વાપરવો પણ આવી જાય છે.

આવા ઉપયોગની સંપૂર્ણ જવાબદારી વપરાશકર્તાની રહેશે, અને તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

૬. ચુકવણી અને રિફંડ

  1. રિચાર્જ / પ્લાન ચાલુ હોય ત્યારે તેના ભાવ એપના “રિચાર્જ અને પ્લાન” પાના પર લખેલા હોય છે; ચુકવણી અગાઉથી UPI થી થાય છે.
  2. પૈસા કપાયા પણ 3 દિવસમાં રિચાર્જ / પ્લાન ચાલુ ન થયો, કે બે વાર કપાયા, તો પૂરા પાછા મળે છે. વપરાયેલી પ્રિન્ટ કે શરૂ થયેલા પ્લાનના પૈસા પાછા મળતા નથી.
  3. પૂરી વિગત: રિફંડ નીતિ.

૮. એકાઉન્ટ બંધ કરવું

  1. નિયમ વિરુદ્ધ ઉપયોગની ફરિયાદ કે માહિતી મળે તો એડમિન એકાઉન્ટ ચેતવણી વગર બંધ કરી શકે છે.
  2. તમે પોતે એકાઉન્ટ બંધ કરાવવા માગો તો સંપર્ક કરો; વિગત ભૂંસવાની રીત ગોપનીયતા નીતિ માં લખી છે.

૯. જવાબદારીની મર્યાદા

  1. ભરેલી વિગતની ભૂલ, કચેરીએ ફોર્મ ન સ્વીકાર્યું હોય, કે ઇન્ટરનેટ / સર્વર બંધ હોવાથી થયેલા નુકસાન માટે KruPa Digital Hub જવાબદાર નથી.
  2. એપ જેવી છે તેવી આપવામાં આવે છે; સુવિધાઓ ઉમેરાઈ, બદલાઈ કે બંધ થઈ શકે છે.

૧૦. ફેરફાર

આ નિયમો જરૂર પડે બદલાઈ શકે છે; ફેરફારની તારીખ ઉપર લખેલી રહેશે. મોટો ફેરફાર હોય તો એપમાં જાણ કરાશે. ફેરફાર પછી એપ વાપરવી એટલે નવા નિયમો સ્વીકાર્યા.

૧૧. કાયદો

આ નિયમો ભારતના કાયદા પ્રમાણે છે. કોઈ વિવાદ થાય તો પહેલાં વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયત્ન થશે.