રિફંડ નીતિ
અમલ તારીખ: 05/10/26 · છેલ્લો ફેરફાર: 05/10/26
આ પાનામાં (5 ભાગ)
આ પાનામાં લખ્યું છે કે રિચાર્જ અને પ્લાનના પૈસા ક્યારે અને કેવી રીતે પાછા મળે.
૧. ચુકવણી કેવી રીતે થાય છે
- રિચાર્જ (છાપેલા દરેક ફોર્મ દીઠ) અને પ્લાન (મુદત સુધી અમર્યાદિત) અગાઉથી UPI થી ચૂકવાય છે.
- ચુકવણી પછી UTR નંબર મોકલતાં એડમિન તપાસીને મંજૂર કરે છે; પછી બેલેન્સ કે પ્લાન ચાલુ થાય છે.
- ભાવ એપ ના “રિચાર્જ અને પ્લાન” પાના પર લખેલા હોય છે; ચાલુ પ્લાન તેની મુદત સુધી એ જ ભાવે ચાલે છે.
૨. પૈસા પૂરા પાછા મળે
- પૈસા કપાયા પણ રિચાર્જ / પ્લાન 3 દિવસમાં ચાલુ ન થયો.
- એક જ રિચાર્જના પૈસા ભૂલથી બે વાર ચૂકવાયા.
- પસંદ કરેલા પ્લાન કરતાં વધુ રકમ ચૂકવાઈ ગઈ (વધારાની રકમ).
૩. રિફંડ કેવી રીતે માગવું
ચુકવણીના 7 દિવસમાં સ્ક્રીનશૉટ અને UTR સાથે એડમિનને વોટ્સએપ કે ઈમેલ કરો. તપાસ પછી પૈસા એ જ UPI / ખાતામાં 7 કામકાજી દિવસમાં પાછા મોકલાય છે.
૪. પૈસા પાછા ન મળે
- રિચાર્જ ચાલુ થઈ ગયા પછી વપરાયેલી પ્રિન્ટ, કે શરૂ થઈ ગયેલો પ્લાન.
- ન વપરાયેલું બેલેન્સ રોકડમાં કે બીજા એકાઉન્ટ માં ફેરવી શકાતું નથી.
- મફત / ભેટમાં મળેલી પ્રિન્ટની કોઈ રોકડ કિંમત નથી.
- નિયમ તોડવાથી બંધ થયેલા એકાઉન્ટ નું બાકી બેલેન્સ.
૫. પ્રિન્ટમાં તકલીફ
- કાગળ ફસાય કે બીજી નકલ જોઈએ: એ જ ગ્રામજનનું એ જ ફોર્મ, “સાફ કરો” દબાવ્યા કે પાનું છોડ્યા વગર ફરી છાપો તો ફરી ગણાતું નથી.
- એપ ની ભૂલથી બેલેન્સ ખોટું કપાયું હોય તો એડમિનને જણાવો — તપાસ પછી બેલેન્સમાં પાછું ઉમેરાશે.
- KruPa Digital Hub સેવા કાયમ માટે બંધ કરે તો ન વપરાયેલા બેલેન્સ અને પ્લાનના બાકી દિવસોના પ્રમાણમાં પૈસા પાછા અપાશે.