ગોપનીયતા નીતિ
અમલ તારીખ: 05/10/26 · છેલ્લો ફેરફાર: 05/10/26
આ પાનામાં (9 ભાગ)
KruPa Digital Hub માં અરજદારની કોઈ વિગત સચવાતી નથી. આ પાનામાં લખ્યું છે કે એપ વાપરનારની કઈ વિગત સચવાય છે, શા માટે, ક્યાં અને કેટલો સમય.
૧. અરજદારની વિગત — ક્યારેય સચવાતી નથી
- ફોર્મમાં ભરેલી વિગત (નામ, આધાર, મોબાઈલ, સરનામું વગેરે) ફક્ત એ ફોર્મના પાનામાં (બ્રાઉઝરની મેમરીમાં) રહે છે — સર્વર પર મોકલાતી નથી, ફોનમાં સચવાતી નથી, બીજા ફોર્મમાં પણ જતી નથી.
- “સાફ કરો” દબાવો, પાનું છોડો કે ટૅબ બંધ કરો એટલે વિગત ભૂંસાઈ જાય છે.
- ફોટો કે દસ્તાવેજ અપલોડ થતા નથી. PAN ફોટો / સહી અને ફોટો KB નાં સાધનો ફોટો તમારા ફોન / કમ્પ્યુટર માં જ તૈયાર કરે છે.
- IFSC પરથી બેંકનું નામ અને આધાર નંબરની ચકાસણી પણ ફોનમાં જ થાય છે — નંબર ક્યાંય મોકલાતો નથી.
૨. વપરાશકર્તાની કઈ વિગત લઈએ છીએ
- નોંધણીની વિગત: નામ, મોબાઈલ નંબર, ભૂમિકા, જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત, પિનકોડ અને e-Gram SITE ID.
- વપરાશના આંકડા: કયું ફોર્મ કેટલી વાર ખોલ્યું / છાપ્યું (ફક્ત ફોર્મનો નંબર — અંદરની વિગત નહીં) અને શોધમાં ન મળેલા શબ્દો.
- સુરક્ષા માટે: ખોટા પાસવર્ડના પ્રયત્નો (મોબાઈલ નંબર અને સમય) અને કયા ફોન પર લોગિન છે.
- તમે મોકલેલાં સૂચન / તકલીફ, અને એપ માં આવેલી ભૂલની ટેક્નિકલ નોંધ.
- રિચાર્જ / પ્લાન હોય ત્યારે: રકમ, UTR નંબર અને તારીખ.
- તમે નિયમો ક્યારે સ્વીકાર્યા અને લેટરપેડની મંજૂરી (હોય તો) — તારીખ સાથે.
- નોટિફિકેશન ચાલુ કર્યાં હોય તો તે મોકલવા માટેની બ્રાઉઝર ની ચાવી.
૩. શા માટે
એકાઉન્ટ ચલાવવા, ફોર્મમાં તમારા ગામ / તાલુકા / જિલ્લાની વિગત આપમેળે ભરવા, ખોટા લોગિન સામે રક્ષણ માટે, ચુકવણીનો હિસાબ રાખવા અને એપ સુધારવા માટે. આ સિવાય બીજા કોઈ કામમાં વિગત વપરાતી નથી.
૪. વિગત ક્યાં રહે છે
સુરક્ષિત ક્લાઉડ ડેટાબેઝ (Supabase) માં, ભારતમાં — મુંબઈ. એપ નું હોસ્ટિંગ Vercel પર છે. તમારી વિગત ફક્ત એડમિન જોઈ શકે છે; બીજા વપરાશકર્તા તે જોઈ શકતા નથી.
૬. તમારા ફોનમાં શું સચવાય છે
- લોગિન ચાલુ રાખવા માટેની કૂકી.
- તમારી પસંદગીઓ: થીમ, અક્ષરનું માપ, કાગળનો પ્રકાર, છેલ્લે વાપરેલું સાધન, મનપસંદ પોર્ટલ / સેવા, છેલ્લે ખોલેલાં ફોર્મ (ફક્ત ફોર્મની ઓળખ, અંદરની વિગત નહીં).
- એપ ઝડપી અને ઇન્ટરનેટ વગર ખૂલે તે માટે કોરાં ફોર્મ અને યાદીઓની નકલ — ભરેલી વિગત નહીં. લોગ આઉટ કરતાં આ નકલ ભૂંસાઈ જાય છે.
- “મારા શબ્દો”: અંગ્રેજી અક્ષરે ગુજરાતી લખતાં તમે જાતે શીખવેલી જોડણી (એક-એક શબ્દ) — કોઈ વ્યક્તિ કે ફોર્મ સાથે જોડાયેલી નહીં, સર્વર પર જતી નથી; પ્રોફાઈલમાં જોઈ અને કાઢી શકાય.
૭. વિગત કેટલો સમય રહે
- એકાઉન્ટ ચાલુ હોય ત્યાં સુધી.
- એકાઉન્ટ બંધ કરાવવાની માગણી પછી 30 દિવસમાં તમારી નોંધણીની વિગત, વપરાશના આંકડા અને ચુકવણીની નોંધ ભૂંસી નાખવામાં આવે છે.
૮. તમારા હક્ક
- તમારી વિગત જોવી અને સુધારવી — પ્રોફાઈલમાં જાતે, કે એડમિનને કહીને.
- એકાઉન્ટ અને તેની બધી વિગત કાઢી નખાવવી (ઉપર ભાગ ૭ પ્રમાણે).
- આ હક્ક ભારતના ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, 2023 પ્રમાણે છે.
૯. ફરિયાદ અને સંપર્ક
ગોપનીયતા વિશે સવાલ કે ફરિયાદ હોય તો krupadigitalhub@gmail.com પર ઈમેલ કરો, કે સંપર્ક પાના પરથી લખો. 48 કલાકમાં જવાબ આપવાનો પ્રયત્ન રહેશે.